જિનપિંગ ચીનમાં માઓ પછી સૌથી શક્તિશાળી નેતા બન્યાં

0
60

ચીને શનિવારે કોમ્યુનિસ્ટ પાર્ટીના બંધારણમાં સુધારો કરીને નેતા શી જિનપિંગના હોદ્દાને વધુ મજબૂત બનાવ્યો છે અને પ્રથમ વખત તાઇવાનની સ્વતંત્રતા સામેના વિરોધનો બંધારણમાં સમાવેશ કર્યો છે.

બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC)ની 20મી રાષ્ટ્રીય બેઠકના સમાપન સત્રમાં “ટુ એસ્ટાબ્લિશ” અને “ટુ અપહોલ્ડ્સ” નામના બે ઠરાવ સર્વસંમતીથી પસાર કરાયા છે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીમાં જિનપિંગના મુખ્ય દરજ્જાને મજબૂત કરવાનો તથા તેમની રાજકીય વિચારસરણીના માર્ગદર્શક ભૂમિકામાં વધારો કરવાનો છે.

“ટુ એસ્ટાબ્લિશ”નો અર્થ બે પ્રકારની સ્થાપનાછે. તેમાં સીપીસીની કેન્દ્રીય સમિતિ અને સમગ્ર પક્ષના “મુખ્ય” તરીકે જિનપિંગના દરજ્જાને સ્થાપિત કરવો તથા નવા યુગ માટે ચાઇનીઝ લાક્ષણિકતાઓ સાથે સમાજવાદ અંગે જિનપિંગની વિચારસરણીને માર્ગદર્શક ભૂમિકા તરીકે સ્થાપિત કરવી. ટુ અપહોલ્ડનો અર્થ એવો થાય છે કે CPCમાં જિનપિંગના ‘મુખ્ય’ દરજ્જાનું રક્ષણ કરવું અને CPCની કેન્દ્રિય ઓથોરિટીનું પણ રક્ષણ કરવું.

આ બંને ઠરાવથી જિનપિંગ 1949માં આધુનિક ચીનના સ્થાપક માઓ ઝેડોંગ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા બને છે. 2017માં છેલ્લી રાષ્ટ્રીય કોંગ્રેસ દરમિયાન બંધારણમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે નવા યુગમાં ચાઇનીઝ લાક્ષણિકતાઓ સાથે સમાજવાદ અંગે શી જિનપિંગની વિચારસરણીનો ઉમેરવામાં આવ્યો હતો. તેનાથી જિનપિંગ ચીનમાં માઓ અને ડેંગ ઝિયાઓપિંગની કદના નેતા બન્યા હતા.

તાઇવાન અંગે સીપીસીએ તેના બંધારણમાં તાઇવાનની સ્વતંત્રતાનો વિરોધ કરતો ઠરાવ અપનાવ્યો છે, જે આ સ્વ-શાસિત લોકશાહી દેશ સામે બેઇજિંગના કડક વલણનો સંકેત છે. અહીં ઉલ્લેખનીય છે કે ચીન તાઇવાનને પોતાનો અભિન્ન હિસ્સો માને છે.

ઠરાવમાં જણાવાયું છે કે કોંગ્રેસ તાઈવાનની સ્વતંત્રતા’ની માંગ કરતા અલગતાવાદીઓનો વિરોધ કરવા અને તેમને અટકાવવાના પક્ષના બંધારણીયમાં તેનો સામેલ કરવા સંમત થાય છે.

તાઈવાન અને સશસ્ત્ર દળોના સંદર્ભમાં બંધારણમાં કરાયેલા સુધારાના સંદર્ભમાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સુધારા ચીની લાક્ષણિકતાઓ સાથે મજબૂત સૈન્ય બનાવવાની પક્ષની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટી આપે છે. તે વન કન્ટ્રી, ટુ સિસ્ટમ્સ પોલિસી અને રાષ્ટ્રીય એકીકરણમાં સાતત્યપૂર્ણ અને મજબૂત પ્રગતિ માટે મિલિટરીને મજબૂત બનાવશે.

16 ઓક્ટોબરના રોજ શરૂ થયેલી આ મહત્ત્વની મીટિંગમાં CPC નેતૃત્વમાં જિનપિંના મુખ્ય દરજ્જાનેને સમર્થન આપવામાં આવ્યું છે. રવિવારે ચીનની નવી લીડરશીપની જાહેરાત થશે તે સમયે જિનપિંગને સત્તામાં અભૂતપૂર્વ ત્રીજી મુદત પણ મળશે.

LEAVE A REPLY

16 + thirteen =