કોરોના વાઈરસના આજે 21 નવા કેસ સામે આવ્યા છે, 12 પોઝિટિવ મહારાષ્ટ્રમાં , 8 પોઝિટિવ મધ્યપ્રદેશમાં એક કેસ મળ્યો છે. સંક્રમણના કેસમાં છેલ્લા બે દિવસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 116 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા 143 અને શુક્રવારે સૌથી વધારે 151 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 1160 થઈ ગઈ છે.32 લોકોના મોત થઈ ચુક્યા છે.આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડાઓમાં પણ હાલ સંક્રમિતોની સંખ્યા 1024 થઈ છે, જેમાંથી 95 સ્વસ્થ થઈ ગયા છે.

ઉત્તરપ્રદેશમાં આજે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. તો બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મનરેગા હેઠળ રાજ્યના 27 લાખ 50 હજાર મજૂરોના ખાતામાં 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દેવાયા છે. આ સાથે જ તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા ઘણા મજૂરો સાથે વાત પણ કરી હતી.

રાજસ્થાનમાં રવિવારે રાતે અજમેરમાં વધુ 3 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 27 માર્ચે 23 વર્ષનો એક યુવક સંક્રમિત મળી આવ્યો હતો આ તેના પરિવારના સભ્ય છે. આ પહેલા રવિવારે જ રાજ્યમાં સંક્રમણના 2 કેસ સામે આવ્યા હતા. ભીલવાડામાં 53 વર્ષની મહિલા અને ઝૂંઝનૂમાં 21 વર્ષનો એક યુવક પોઝિટિવ મળી આવ્યો હતો. યુવક 18 માર્ચે પેલેસ્ટાઈનથી પાછો આવ્યો હતો. 26 માર્ચે તેનામાં બિમારીના લક્ષણ જોવા મળ્યા હતા. રાજ્યમાં ભીલવાડમાં સૌથી વધારે 21 કોરોના સંક્રમિત છે.

પશ્વિમ બંગાળમાં કોરોનાથી સંક્રમિત 24 વર્ષીય મહિલાનું રવિવારે 2 વાગ્યે મોત થયું છે. આ રાજ્યમાં કોરોના સંક્રમણથી બીજુ મોત થયું છે. મહિલા દાર્જિલીંગ જિલ્લાના કાલિમપોન્ગની રહેવાસી હતી. તે તાજેતરમાં જ દીકરીની સારવાર કરાવીને ચેન્નાઈથી પાછી આવી હતી. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે સંક્રમણના કારણે મોત થયા છે. શનિવારે અહીંયા સંક્રમણથી 4 લોકોના મોત થયા હતા. શનિવારે કેરળના કોચ્ચિમાં 69 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. આ રાજ્યમાં સંક્રમણથી મોતનો પહેલો કેસ છે.

ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધી 24 થઈ ગઈ છે. જો કે, કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને સતત આની પર લગામ લગાડવાના પ્રયાસ કરી રહી છે. પણ દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. આજે મધ્યપ્રદેશના પાટનગર ઈન્દોરમાં દેશનું સૌથી સખત લોકડાઉન રહેશે. અહીંયા તમામ વસ્તુઓ આપવાની બંધ કરી દેવાઈ છે.

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે આગામી 9 દિવસમાં રાજ્ય કોરોના વાઈરસના સંક્રમણથી મુક્ત થઈ જશે. તેમણે રવિવારે કહ્યું કે, તેલંગાણામાં હાલ 70 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સારવાર બાદ આમાંથી 11નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ લોકોને સોમવારે રજા આપી દેવાઈ હતી. 58 દર્દીઓની સારવાર ચાલી રહી છે. વિદેશથી પાછા આવેલા 25 હજાર 937 લોકો દેખરેખ હેઠળ છે. આ લોકોનો સમય 7 એપ્રિલે પુરો થશે. જો હવે પછી કોઈ નવો કેસ સામે નહીં આવે તો રાજ્ય 7 એપ્રિલે કોરોના મુક્ત જાહેર કરાશે.