(PTI Photo)

બ્રિટિશ રીસર્ચર્સની આગેવાની હેઠળના એક અભ્યાસમાં ગંભીર બીમાર કોરોનાવાયરસ દર્દીઓના જીવ બચાવવા માટે હાઈડ્રોકોર્ટિસોન અસરકાકર હોવાનુ જાણવા મળ્યું છે. તેમના અભ્યાસમાં દર 12 વ્યક્તિઓને હાઈડ્રોકોર્ટિસોન આપવામાં આવ્યું હતું જેમાંથી એકનું જીવન બચી ગયું હતું.

હાઈડ્રોકોર્ટિસોન, એક સસ્તુ અને વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ સ્ટેરોઇડ છે જે ગંભીર રીતે બીમાર લોકોના મૃત્યુનું જોખમ આશરે 20 ટકા જેટલું ઘટાડે છે. ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી ક્રિસ વિટ્ટીએ એનએચએસ ઇન્ટેન્સીવ કેર નિષ્ણાતોને તેના પરિણામની નોંધ લેવાની વિનંતી કરી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને તેની માર્ગદર્શિકાને અપડેટ કરવા જણાવ્યું છે. એક દિવસનો હાઇડ્રોકોર્ટિસોનનો ખર્ચ £2થી £ 4ની વચ્ચે રહેશે.

આ શોધ ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવી રહી છે અને એનએચએસના હજારો દર્દીઓની નોંધણી કરાઈ છે તેના અગાઉના પરિણામો સાથે મેળ ખાય છે. જૂનમાં તે બહાર આવ્યું છે કે અન્ય સ્ટેરોઇડ, ડેક્સામેથાસોન, માંદા દર્દીઓની અસ્તિત્વની શક્યતાને પણ વેગ આપે છે.