દિલ્હીમાં આંદોનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ ઐતિહાસિક લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા. REUTERS/Adnan Abidi

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો આરોપી દીપ સિધુ હજી ફરાર છે. આ દરમિયાન દિલ્હી પોલીસે મંગળવારે પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર રૂ. 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. ખેડૂતોની પ્રજાસત્તાક દિવસે આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન ઉગ્ર હિંસા થઈ હતી. આંદોલનકારી ખેઢૂતો લાલ કિલ્લાની સ્તંભ પર ગયા હતા અને પોતાનો ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો.

26 જાન્યુઆરી 2021ના રોજ દેશની રાજધાનીમાં થયેલી હિંસક ઘટના અને લાલ કિલ્લા પર શીખોનો પવિત્ર ધ્વજ ફરકાવવા પાછળ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું નામ બહાર આવ્યું છે. 26મી જાન્યુઆરીની હિંસાના બીજા જ દિવસે પોલીસે દીપ સિધુ પર ઉશ્કેરણીજનક ભાષણો કરવા અને ઉપદ્રવ ફેલાવવા માટે એફઆઈઆર નોંધી હતી.
પોલીસે બીજા ચાર આરોપીની માહિતી આપનારાને પણ રૂ.50,000ના ઇનામની જાહેરાત કરી છે. આ આરોપીમાં જગબિર સિંઘ, બુટા સિંઘ, સુખદેવ સિંઘ અને ઇકબાલ સિંઘનો મસાવેશ થાય છે.