(ANI Photo)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવતા ડીપફેક વીડિયોથી મોટું સંકટ ઊભું થઈ શકે છે અને સમાજમાં વિખવાદ ઊભો થઈ શકે છે. તેમણે મીડિયાને આ ટેકનોલોજીના દુરુપયોગ અંગે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો.
દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે દિવાળી મિલન કાર્યક્રમમાં મીડિયાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે તેમણે તાજેતરમાં જ તેમનો ગરબા કરતો એક વીડિયો જોયો હતો. હકીકતમાં તેમણે શાળાના દિવસો પછી ક્યારેય ગરબા કર્યાં નથી. જેઓ તેમને પ્રેમ કરે છે તેવા લોકો પણ આ વીડિયો ફોરવર્ડ કરી રહ્યાં છે. આપણા જેવા વૈવિધ્યસભર સમાજમાં ડીપફેક એક મોટી કટોકટીનું કારણ બની શકે છે અને અસંતોષની આગને પણ ભડકાવી શકે છે, કારણ કે લોકો સામાન્ય રીતે મીડિયા સાથે સંકળાયેલ કોઈપણ બાબત પર વિશ્વાસ કરે છે.
વડાપ્રધાને નોંધ્યું હતું કે અગાઉ કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓવાળી ફિલ્મ આવતી અને જતી હતી, પરંતુ હવે તે એક મોટો મુદ્દો બની રહી છે. આવી ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ એવા આધાર પર મુશ્કેલ બની જાય છે કે તેઓએ સમાજના અમુક વર્ગનો અનાદર કર્યો છે, પછી ભલેને તેમને બનાવવા માટે મોટી રકમ ખર્ચવામાં આવે.
તાજેતરમાં ChatGPT પ્રોફેશનલ્સને સૂચન કર્યું હતું કે સિગારેટ જેવી પ્રોડક્ટ સાથે આરોગ્યની ચેતવણીઓ સાથે આવે છે, તેમ ડીપફેકમાં પણ ખુલાસો હોવો જોઈએ.
તાજેતરમાં ડીપફેક વીડિયોથી મોટો વિવાદ ઊભો થયો છે. અનેક સેલિબ્રિટીને દર્શાવતા ડીપફેક વીડિયો વાયરલ બન્યાં છે. આવો એક વીડિયો તાજેતરમાં રશ્મિકા મંદનાનો આવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

LEAVE A REPLY

five × 2 =