વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં સંબોધન કર્યું હતું. (ANI Photo)

વોઈસ ઓફ ગ્લોબલ સાઉથની બીજી વર્ચ્યુઅલ સમીટમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે સાત ઓક્ટોબરે ઈઝરાયેલમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સંયમની રાખવાની સાથે ભારતે સંવાદ અને મુત્સદ્દીગીરી પર પણ ભાર મૂક્યો છે. ભારત ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરે છે. પશ્ચિમ એશિયામાં બનેલી ઘટનાઓથી નવા પડકારો ઉભરી રહ્યા છે અને ગ્લોબલ સાઉથના દેશો માટે વધુ સારા વિશ્વની રચના માટે એક અવાજે પોતાની વાત રજૂ કરવાનો સમય આવી ગયો છે.

વડાપ્રધાને સમીટમાં ભાગ લેનારા નેતાઓને ભારતના G20 પ્રમુખપદની સિદ્ધિઓ વિશે માહિતગાર કર્યા હતા. જી-20 સમીટમાં ગ્લોબલ સાઉથ સામેના પડકારોનો ઉકેલ પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. મોદીએ જણાવ્યું હતું કે “વૈશ્વિક સમૃદ્ધિ માટે સબકા સાથ, સબકા વિકાસ જરૂરી છે. પરંતુ આપણે બધા જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયાની ઘટનાઓથી નવા પડકારો ઉભરી રહ્યા છે.

ગયા મહિને પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથેની તેમની તાજેતરની ફોન વાતચીતનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ મહમૂદ અબ્બાસ સાથે વાતચીત કર્યા પછી, અમે પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય મોકલી હતી. આ તે સમય છે જ્યારે ગ્લોબલ સાઉથના દેશોએ વધુ સારા વિશ્વની રચના કરવા સારા માટે એક અવાજમાં બોલવાની જરૂર છે.

LEAVE A REPLY