ભારતમાં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો પાસેથી રૂ. 10 કરોડથી વધુનું વિદેશી ચલણ પકડ્યું છે. અત્યાર સુધીમાં આટલી મોટી રકમ પકડાઇ હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. આ ત્રણેય વિદેશી નાગરિકો ઇસ્તંબુલની ફ્લાઇટમાં જવાના હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમની તપાસ દરમિયાન તેમની પાસે થી 7.20 લાખ ડોલર અને 4.66 લાખ યુરોનું ચલણ મળ્યું હતું, જેની કિંમત ભારતમાં રૂ. 10, 06, 78, 410 જેટલી થાય છે. આ સિવાય આગળની કાર્યવાહી માટે તપાસ જારી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની સાથે એક કિશોર પણ સામેલ છે. આ વિદેશી ચલણ સામાનમાં રાખેલાં જૂતાંની અંદર છુપાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

sixteen − six =