નવી દિલ્હીમાં સાત મે 2021ના રોજના કોરોના વાઇરસને અંકુશમાં રાખવા માટે જામા મસ્જિદની બહાર પોલીસ ગોઠવવામાં આવી હતી. REUTERS/Adnan Abidi

કોરોનાના વિકરાળ સ્વરૂપને નિયંત્રણમાં લાવવા માટે ભારતની રાજધાની દિલ્હીમાં વધુ એક અઠવાડિયા માટે વધુ કડક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ વખતે મેટ્રો મેટ્રો સર્વિસિસ પણ બંધ કરવામાં આવે છે. લોકડાઉન 17 મેના સવારના પાંચ વાગ્યા સુધી લાગુ પડશે.દિલ્હીમાં લોકડાઉનનું આ ચોથું સપ્તાહ હશે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે દિલ્હીમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓ, મહિલાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં આવી અને તમામ લોકોએ કહ્યું કે કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કડકાઈ જાળવી રાખવી જરૂરી છે. આ વખતે મેટ્રોને પણ બંધ રાખવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 20 એપ્રિલના રોજ મજબૂરીમાં લોકડાઉન લાદવુ પડ્યુ હતું. 26 એપ્રિલના રોજ પોઝિટિવ રેટ 35 ટકા સુધી વધી ગયો હતો, ત્યારપછી કેસ ઓછા થવા લાગ્યા હતા. છેલ્લાં 2-3 દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 23 ટકા થઈ ગયો છે. તમે સરકારનો સાથ આપ્યો અને લૉકડાઉનના સમયગાળા દરમિયાન હેલ્થ સંસાધનોને વધારે સારા કરવામાં મદદ કરી. ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડ્યો અને અનેક ગણા વધારે ઓક્સિજનની જરૂર પડી.