લગભગ બે વર્ષ પહેલા હોંગ કોંગમાં ચીની સરકાર સામેના અસંતોષના પગલે ચીને લીધેલા કડક પગલાંના પગલે હોંગ કોંગના રહેવાસીઓ દ્વારા બ્રિટનના વીઝાની માંગમાં વધારો શરૂ થયો હતો, તેમાં તાજેતરમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં 44 ટકાનો ઘટાડો થયો હતો. 

હોંગ કોંગમાં વસતા બ્રિટિશ નેશનલ (ઓવરસીઝ) પાસપોર્ટ ધરાવતા લોકો દ્વારા આ વર્ષના જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના ત્રીજા ત્રિમાસિક ગાળામાં બ્રિટિશ વીઝાની અરજીની સંખ્યા 10,100ની રહી હતી. જાન્યુઆરી 2021માં યુકે દ્વારા હોંગ કોંગવાસીઓને લાંબા ગાળાના વીઝા આપવાનું શરૂ કરાયું તે પછી વીઝાની અરજી કરનારાઓની આ સૌથી ઓછી સંખ્યા હતી. 

બ્રિટને આ નવી કેટેગરીના વીઝાની જાહેરાત કરી ત્યારે સરકારની ધારણા હતી કે પાંચ વર્ષમાં લગભગ 320,000 લોકો અરજી કરશે, પણ પોણા બે વર્ષના ગાળામાં આવા વીઝા માટે કુલ 150,600 લોકોએ અરજી કરી છે, જે અપેક્ષિત સંખ્યા કરતાં અડધાથી પણ ઓછી છે. 

બ્રિટને આ બીએન(ઓ) કાર્યક્રમ હેઠળ વીઝા આપવાની જાહેરાત કરી તે પછી આ વર્ષની 30મી જુને પુરા થયેલા વર્ષમાં હોંગ કોંગમાં વસતા લોકોની સંખ્યામાં – તેની વસતીમાં 121,500 નો ઘટાડો નોંધાયો હતો. 60 વર્ષમાં હોંગ કોંગની વસતીમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે. 

LEAVE A REPLY

twelve + 8 =