'Mullah General' Asim Munir becoming the army chief of Pakistan
Inter Services Public Relations (ISPR)/Handout via REUTERS

પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત થયેલ લેફ્ટનન્ટ જનરલ આસીમ મુનીર ભારતના કટ્ટર વિરોધી છે અને પાકિસ્તાનમાં મુલ્લા મનીર તરીકે પણ ઓળખાય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વિરોધી હોવાથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મુનીર પર પસંદગી ઉતારી છે. તેનાથી ઇમરાનની મુશ્કેલીઓમાં પણ વધારો થવાની ધારણા છે. ભારતના પુલવામામાં સૈનિકો પર આતંકી હુમલો થયો ત્યારે મુનીર આઈએસઆઈનો વડો હતો અને તેની દોરવણીથી જ આતંકીઓએ હુમલો  કર્યો હોવાનો ભારતનો આક્ષેપ છે.  

અસીમ મુનીર પાકિસ્તાનનો પ્રથમ મુલ્લા જનરલ પણ કહેવાય છે. મુલ્લા જનરલ શબ્દ તેના ઈસ્લામના ધાર્મિક પાઠના કારણે કરવામાં આવે છે. ધાર્મિક વડા જેટલો ધાર્મિક બાબતોનો અભ્યાસ કરનારો આ પાકિસ્તાની લશ્કરનો પહેલો વડો બનશે. કુરાન અને શરિયત કંઠસ્થ કરવાના કારણે તેને પાકિસ્તાની મીડિયા હાફિઝ-એ-કુરાન અને મુલ્લા જનરલ કહીને નવાજે છે. 

લેફ્ટનન્ટ જનરલ મુનીર હવે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે, જે 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જનરલ બાજવાના ફેવરિટ જનરલ મુનીર ઓક્ટોબર 2018માં ગુપ્તચર એજન્સી ISIના વડા બન્યા ત્યારે પહેલીવાર સમાચારમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે મુનીરના આર્મી ચીફ બન્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી શકે છે. 

ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલા બાદ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર હતો મુનીર દ્વારા જ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ  જનરલ મુનીર ISI ચીફ બનતા પહેલા નોર્ધન એરિયાના કમાન્ડર અને મિલિટરી ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે. તે જમ્મુ-કાશ્મીરના દરેક ખૂણાથી વાકેફ છે. જનરલ બાજવાના કહેવા પર જ્યારે તેને આઈએસઆઈ ચીફ બનાવવામાં આવ્યો ત્યારે સૈન્ય નિષ્ણાતોએ તેને ભારત વિરુદ્ધ મોટા ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો. મુનીરને કાશ્મીરનો નિષ્ણાત પણ કહેવામાં આવે છે. મુનીર બાજવા અને દેશની સરકાર સામે પોતાને ISIનો શ્રેષ્ઠ બોસ સાબિત કરવા માંગતો હતો. કાશ્મીરના દરેક ભાગથી વાકેફ મુનીરે પોતાના અનુભવની મદદ લીધી અને પુલવામા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદને મદદ કરી હતી.  

ઈમરાન ખાનના કટ્ટર વિરોધી તરીકે પણ મુનીર પાકિસ્તાનમાં ઓળખાય છે. એરસ્ટ્રાઈક પછી ઈમરાન ખાન સાથે મતભેદો થતાં તેની આઈએસઆઈના પ્રમુખપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ઈમરાન સાથેનું ઘર્ષણ વધતા તેણે જ ઈમરાનની પત્ની બુશરા બીબીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાવ્યો હતો. ઈમરાનના વિરોધી હોવાથી વર્તમાન પીએમ શાહબાઝ શરીફે તેને સૈનાનું સર્વોચ્ચ પદનું ઈનામ આપ્યું છે. 

LEAVE A REPLY

sixteen + two =