બોલીવૂડના અભિનય સમ્રાટ દિલીપકુમારની તબિયત નાદુરસ્ત થતાં તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલીપકુમારને શ્વાસોશ્વાસની તકલીફ હોવઆથી તેમને હોસ્પિટલમાં નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે. દિલીપકુમારના ટ્વીટર એકાઉન્ટ પરથી જ તેમના બીમાર હોવાની માહીતી આપવામાં આવી હતી.
તેઓ ગત મહિને પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમનાં પત્ની સાયરા બાનોના જણાવ્યા મુજબ તેઓ રૂટિન ચેકઅપ માટે દાખલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલીપકુમાર 98 વર્ષના છે. કોરોનાના કારણે તેઓ સંપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યા છે. કોરોનાના કારણે તેમણે પોતાનો જન્મ દિવસ પણ નહોતો ઉજવ્યો. ગત વર્ષે તેમણે કોરોનાને કારણે પોતાના બે ભાઈઓ અસલમ ખાન (88) અને અહસાન ખાન (90)ને ગુમાવ્યા હતા.