બ્રિટીશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) દ્વારા 30 જુલાઇ 2023ના રોજ રોયલ ગ્લેમોર્ગન હોસ્પિટલ, ક્લાન્ટ્રીસેન્ટ ખાતે યોજાયેલા વેલ્સ NHS75 સેલિબ્રેશન કાર્યક્રમમાં BAPIOના અગ્રણી પ્રોફેસર હસમુખ શાહ, BEMના NHS માં 50 વર્ષ કરતા વધુ સમય દરમિયાનના વિવિધ કાર્યો અને સફળતાઓ માટે વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર પ્રોફેસર માર્ક ડ્રેકફોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ પ્રસંગે સાઉથ ગ્લેમોર્ગનના લોર્ડ-લેફ્ટનન્ટ શ્રીમતી મોર્ફડ મેરેડિથ અને મિનિસ્ટર ફોર સોસ્યલ જસ્ટીસ અને ચિફ વ્હીપ જેન હટ, એમએસ સીબીઇ હાજર રહ્યા હતા.

પ્રોફેસર હસમુખ શાહ, BEMએ NHSમાં લગભગ 50 વર્ષ કામ કર્યું છે અને તેમનું જીવન વેલ્સના નોંધપાત્ર વંચિત વિસ્તારના સ્વાસ્થ્યને સુધારવા માટે સમર્પિત કર્યું છે. ડૉ. શાહને રાણીના જન્મદિવસના સન્માનની યાદીમાં 2018માં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) એનાયત કરાયો હતો.

વેલ્સ અને યુકેમાં પ્રાયમરી કેર, તબીબી શિક્ષણ અને નેતૃત્વમાં તેમના લાંબા સમયના યોગદાન બદલ 2022માં યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ દ્વારા તેમને વિઝિટિંગ પ્રોફેસરશિપ એનાયત કરાઇ હતી. તેમને વેલ્સ સરકાર દ્વારા એપ્રિલ 2020થી એપ્રિલ 2021 દરમિયાન ફર્સ્ટ મિનિસ્ટરના BAME કોવિડ-19 એડવાઇઝરી ગ્રુપ અને રિસ્ક એસેસમેન્ટ સબગ્રુપમાં નિષ્ણાત તરીકે જોડાવા આમંત્રણ અપાયું હતું.

તેઓ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, કાર્ડિફ, વેલ ફોર આફ્રિકા, કેલોન હાર્ટ સ્ક્રિનિંગ અને ડિફિબ્રિલેટર્સ અને રેસ કાઉન્સિલ સિમરુ ચેરિટીઝના ટ્રસ્ટી છે અને મેગાફોકસ જૂથના ભૂતકાળના અધ્યક્ષ છે. તેઓ BAPIOમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

LEAVE A REPLY

thirteen − 8 =