Coventry drug dealer jailed

લોકોને સપ્લાય કરવાના ઈરાદા સાથે અન્ડરવેરમાં ક્રેક કોકેઈન અને હેરોઈનના 148 રેપ સાથે મળી આવેલા 25 વર્ષીય ડ્રગ ડીલર કશાન અહેમદને 18 મહિનાની જેલ કરવામાં આવી છે. ક્રેક કોકેઈન અને બ્લેડ અથવા પોઈન્ટેડ આર્ટિકલ રાખવા માટે તેને દોષીત ઠેરવવામાં આવ્યો હતો.

અહેમદને 19 જુલાઈ, 2021ના રોજ કોવેન્ટ્રીના લોકસાઈડ પ્લેસમાં લૂંટની તપાસ કરતા પોલીસ અધિકારીઓએ અટકાવી તપાસ કરતા તેના ટ્રાઉઝરમાંથી મોટી છરી મળી હતી. તેને કોવેન્ટ્રી પોલીસ સ્ટેશન લઈ જઇ તપાસ કરતા અહેમદના અન્ડરવેરમાંથી છુપાયેલા ડ્રગ્સના 148 રેપ મળી આવ્યા હતા. અધિકારીઓએ તેના ઘરની તલાશી લેતા થોડી માત્રામાં ગાંજો, એક ગ્રાઇન્ડર અને કેટલીક નાની ડીલર બેગ મળી આવી હતી.

LEAVE A REPLY

five × one =