Drugs worth ₹425 crore seized from Iranian boat in Okha sea
(ANI Photo)

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ સોમવાર, 6 માર્ચે ગુજરાત નજીક અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં ₹425 કરોડની કિંમતના 61 કિલોગ્રામ ડ્રગ્સ સાથે પાંચ ક્રૂ સભ્યો સાથેની ઇરાની બોટને ઝડપી લીધી હતી. ગુજરાત એટીએસની ગુપ્ત માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ કાર્યવાહી કરી હતી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (ડિફેન્સ વિંગ)એ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ ભારતીય જળસીમામાં પાંચ ક્રૂ સાથે ₹425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન સાથે ઇરાની બોટ ઝડપી લીધી હતી. બોટની સાથે ક્રૂની ધરપકડ કરાઈ હતી અને વધુ તપાસ માટે તેમને ઓખા લાવવામાં આવ્યા હતા. ડિફેન્સ વિંગના નિવેદન અનુસાર એટીએસ દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે સોમવારે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તેના બે ફાસ્ટ પેટ્રોલિંગ શીપ ICGS મીરાબેન અને ICGS અભિકને તૈનાત કર્યા હતા. રાત્રીના અંધારામાં ઓખા કિનારે આશરે 340 કિમી (190 માઇલ) દૂર ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે આગળ વધતી જોવા મળી હતી. ICG જહાજો દ્વારા પડકારવામાં આવતા, બોટે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો.

ICG જહાજો દ્વારા બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને તેને રોકવાની ફરજ પડી હતી. આ બોટમાં ઇરાનના પાંચ નાગરિકો હતા અને બોટ પણ ઇરાની હતી. બોટમાંથી ₹425 કરોડની કિંમતના અંદાજે 61 કિલોગ્રામ માદક દ્રવ્યો મળી આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધી ATS સાથે સંકલનમાં આઠ વિદેશી બોટ ઝડપી લીધી છેઅને ₹2,355 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યો જપ્ત કર્યા છે.

LEAVE A REPLY

17 + 20 =