લંડનના વિખ્યાત ટ્રફાલ્ગર સ્ક્વેરમાં શનિવારે તા. 20 એપ્રિલના રોજ ઈદની શાનદાર ઉજવણી બપોરથી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવશે. જેને કેપિટલ એક્સટ્રા ડીજે, યાસર રાંઝા અને કોમેડિયન, ઓલા લબીબ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. ફ્રી ફેમિલી ઈવેન્ટનું આયોજન લંડનના મેયર સાદિક ખાન દ્વારા કરવામાં આવ્યું છે.

લંડનના રહેવાસીઓ અને મુલાકાતીઓ વિશ્વભરના ફૂડ સ્ટોલની મિજબાની સાથે મુખ્ય મંચ પરથી સંગીતમય પ્રદર્શન સાથે ઇસ્લામિક પ્રેરિત કલા, ઇતિહાસ અને સંસ્કૃતિની શ્રેષ્ઠ મઝા માણી શકશે.

બપોરે લાઇવ પર્ફોર્મન્સ રજૂ કરશે, જેમાં લવ’સ પિલગ્રીમ, રાઘદ હદ્દાદ સહિતના સંગીતકારો અને સીરિયન સંગીતકારોના ઓર્કેસ્ટ્રાના સભ્યો, મુસ્લિમ બેલાલ અને પાકિસ્તાનના ચાહત મહમૂદ અલી કવ્વાલ અને સમૂહ ગીત સંગીત રજૂ કરશે. ઇસ્લામિક વિશ્વની વિવિધ પરંપરાઓની ઉજવણી કરતા સર્જનાત્મક કલા વર્કશોપ, વાર્તાઓ સાંભળવા અને VRનો અનુભવ માણવા મળશે.

ઈન્સ્પાયરિંગ મુસ્લિમ એવોર્ડ્સ અંતર્ગત લંડનના મુસ્લિમ સમુદાયના તેજસ્વી તારલાઓને એવોર્ડ એનાયત કરાશે. ઇદ પ્રસંગે પરિવારો ફૂડ સ્ટોલ અને મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણશે. વેસ્ટર્ન યુનિયન અને ગ્લોબલ બેન્કિંગ સ્કૂલ દ્વારા આ કાર્યક્રમને સહયોગ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

5 × five =