(REUTERS/Mike Blake/File Photo)

અમેરિકાએ હોસ્પિટલમાં ન હોય તેવા દર્દીઓ માટે કોવિડ-19ની સારવાર માટે પ્રથમ એન્ટીબોડી ડ્રગના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ઉંમર કે બીજી સ્થિતિને કારણે ગંભીર બિમારીનું જોખમ હોય તેવા દર્દીમાં આ એન્ટિબોડીનો ઉપયોગ કરી શકાશે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ટ્રાયલ ડેટાના આધારે ઇલિ લીલી એન્ડ કંપનીની બેમલેનિવિમેબને ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન આપ્યું છે. ટ્રાયલ ડેટામાં જણાવ્યા અનુસાર આ દવાના એક વખતના ડોઝથી ઊચું જોખમ ધરાવતી કોરોનાના દર્દીમાં હોસ્પિટલાઇઝેશન કે ઇમર્જન્સી રૂમની જરૂરિયાતમાં ઘટાડો થાય છે. આ દવા મનોસિનલ એન્ટીબોડી છે. આ દવા ઇન્ફેક્શન સામે લડાઈ માટે માનવસર્જનમાં સર્જન થાય છે તેવા એન્ટિબોડીની એક નકલ છે.