પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મધ્ય અમેરિકી દેશ અલ સાલ્વાડોર ક્રિપ્ટોકરન્સી બિટકોઇને લિગલ ટેન્ડર તરીકે માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. દેશના પ્રેસિડન્ટ નાયિબ બુકેલીએ બુધવારે જાહેરાત કરી હતી કે આ અંગેના બિલને મંજૂરી આપવામાં આવી છે. સાલ્વાડોરની સંસદમાં 84માંથી 62 સભ્યોએ બિલની સમર્થનમાં મતદાન કર્યું હતું.

અલ સાલ્વાડોરમાં હવે બિટકોઈનને અન્ય ચલણોમાં રૂપાંતર કરવા માટે કોઈ જ કેપિટલ-ગેઈન ટેક્સ લાગશે નહીં. આ સાથે સ્થાનિક સરકારે કહ્યું છે કે બિટકોઈનને યુએસ ડોલરમાં રૂપાંતર કરવા માટે તે ડેવલપમેન્ટ બેન્ક ઓફ અલ સાલ્વાડોર ખાતે એક ટ્રસ્ટની સ્થાપના કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકન દેશ અલ સાલ્વાડોર એક ગરીબ દેશ છે અને તે છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે તેમ જ વર્ષ 2001થી તેના સત્તાવાર ચલણ તરીકે યુએસ ડોલરનો ઉપયોગ કરી રહ્યું છે.