Suspicious death of second Gujarati student in Toronto in a month
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જક અને જાણીતા કટારલેખક મોહમ્મદ માંકડનું શનિવાર, 5 નવેમ્બરે ગાંધીનગરમાં નિધન થયું હતું. તેઓ ૯૪ વર્ષના હતા. વાર્તાકલાના કસબી મોહમ્મદ માંકડે નવલકથા, ટૂંકી વાર્તા, કટાર લેખન, બાળ વાર્તા અને અનુવાદન એમ વિવિધ ક્ષેત્રે લાંબા સમય સુધી કલમવિહાર કર્યો હતો

બોટાદ જિલ્લામાં પાળીયાદ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮એ જન્મેલા મોહમ્મદભાઇ વલીભાઇ માંકડે બી.એ. સુધીના અભ્યાસ બાદ બોટાદના માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. આ પછી તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા હતા. ૧૯૮૨થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી હતી.

તેમણે કાયર (૧૯૫૬), ધુમ્મસ (૧૯૬૫), અજાણ્યા બે જણ (૧૯૬૮), ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, બંધ નગર, ઝંખના (૧૯૮૭), અનુત્તર (૧૯૮૮) અને અશ્વ દોડ (૧૯૯૩) સહિતની નવલકથાઓનું સર્જન કર્યું હતું.

તેમની ટૂંકી વાર્તાઓમાં માટીની મૂર્તિઓ (૧૯૫૨), મન ના મોરાદ (૧૯૬૧), વાત વાતમાં (૧૯૬૬), તપ (૧૯૭૪), ઝાકળનાં મોતી અને મોહમ્મદ માંકડની વાર્તાઓ (૧૯૮૮)નો સમાવેશ થાય છે.

૨૦૦૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ૧૯૬૭ અને ૧૯૯૨માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૯માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ ૨૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

16 + 4 =