ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઇ છે, બીજી તરફ અમેરિકાના હસ્તક્ષેપથી ઇરાન નારાજ છે. અત્યારના સમયે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં ભારત સરકારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને જણાવ્યું છે કે, ભારતના નાગરિકો થોડા સમય માટે ઇરાન અને ઇઝરાયેલમાં પ્રવાસ કરવાનું ટાળે તે ઇચ્છનીય છે. ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઇઝરીમાં કહ્યું હતું કે, બંને દેશોમાં રહેલા ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવી છે. સાવધાની રૂપે અને સુરક્ષાની દૃષ્ટિએ ઓછી આવન-જાવન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. એક રીપોર્ટ મુજબ ઇરાન આવનારા 48 કલાકમાં ઇઝરાયેલ પર સીધો હુમલો કરે એવી આશંકા છે, જ્યારે ઇઝરાયેલ તેનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયેલ અત્યારે ગાઝામાં હમાસની સાથે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે ઇરાન સાથે ઘર્ષણ થઇ રહ્યું છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો કોઈ અંત નજીકમાં નથી દેખાતો. ઇરાને સિરિયામાં પોતાની એમ્બેસી પર થયેલા હુમલા માટે ઇઝરાયેલને દોષિત ઠેરવ્યું હતું, જેમાં ટોચના ઇરાની જનરલ અને છ અન્ય સૈન્ય અધિકારીઓના મોત થયા હતા.

LEAVE A REPLY

five × three =