લ્મ 'ફાઈટર'ના પ્રમોશન દરમિયાન બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર નિર્દેશક સિદ્ધાર્થ આનંદ સાથે(ANI Photo)
‘દુનિયા મેં મિલ જાયેંગે આશિક કંઈ, પર વતન સે હસીન સનમ નહીં હોતા. હીરો મેં સિમટકર, સોને સે લિપટકર મરતે હોંગે કંઈ, તિરંગે સે હસીન કફન નહીં હોતા….’
રિતિક રોશન અને દીપિકા પદુકોણ અભિનિત આ બહચર્ચિત ફિલ્મની શરૂઆત રિતિક રોશન પોતાના સાથી ફાઈટર પાયલટ્સને એક શેર સંભળાવીને કરે છે. તે આ શેર દ્વારા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દે છે. 2019માં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈક પછી અનેક ફિલ્મોની જાહેરાત થઈ પરંતુ કોરોનાના કારણે મોટાભાગના પ્રોજેક્ટ પડતા મૂકાયા હતા. પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પ્સ પર થયેલી એરસ્ટ્રાઈકથી પ્રેરિત ફિલ્મ ‘ફાઈટર’ એ ઘટનાના પાંચ વર્ષ પછી રિલીઝ થઈ છે.
‘ફાઈટર’ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે. જોકે, આ પહેલા ગત વર્ષે રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’માં પણ ભારતીય એરફોર્સના આ પ્રકારના જ મિશનને દેખાડવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં ઈન્ડિયન એરફોર્સના એક્શન મિશન આધારિત ફિલ્મો પ્રદર્શિત થશે. જેમાં અક્ષયકુમારની ‘સ્કાય ફોર્સ’ અને તેલુગુ એક્ટર વરુણ તેજની ‘ઓપરેશન વેલેન્ટાઈન’ સામેલ છે.
કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાને ત્રાસવાદી અઝહર અખ્તર (ઋષભ સહાની)એ અંજામ આપ્યો હતો. એરફોર્સને તેમને જડબાતોડ આપવાનો આદેશ મળ્યો છે. આ મિશનને અંજામ આપવા માટે ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકી (અનિલ કપૂર) પોતાની એર ડ્રેગન યુનિટના ફાયટર પાયલટના સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનીયા ઉર્ફે પેટી (રિતિક રોશન), સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મિની (દીપિકા પદુકોણ), સ્ક્વોડ્રન લીડર સરતાજ ગીલ ઉર્ફે તાજ (કરણસિંહ ગ્રોવર) અને સ્ક્વોડ્રન લીડર બશીર ખાન ઉર્ફે બાશ (અક્ષય ઓબેરોય)ને જવાબદારી સોંપે છે.
આ મિશનમાં ત્રાસવાદીઓના અનેક કેમ્પ નાશ પામે છે. આથી પાકિસ્તાની એરફોર્સ ભારતીય સ્ટેશન પર હુમલા કરે છે, જેનો ભારતીય એરફોર્સ જડબાતોડ જવાબ આપે છે. આ જ લડાઈમાં બે ભારતીય પાયલટ તાજ અને બાશ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર પહોંચે છે અને પાકિસ્તાન તેમને બંદી બનાવી લે છે. આ પછીની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે  ગત વર્ષે પઠાણ અને અગાઉ વૉર જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી. ફિલ્મનો ક્લાઈમેક્સ જબરદસ્ત છે. ખાસ તો ફિલ્મમાં અનેક  ફાઈટર પ્લેનના જબરદસ્ત એક્શન સીન રોમાંચ ઊભો કરે છે.

LEAVE A REPLY

four × three =