REUTERS/Akhtar Soomro/File Photo

ચૂંટણીની પૂર્વસંધ્યાએ પાકિસ્તાનની રખેવાળ કેબિનેટે મંગળવારે ખોટ કરતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના ખાનગીકરણની યોજનાને મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરી એરલાઇનના વેચાણ માટેની એક નિર્ણાયક પૂર્વશરત છે.

વચગાળાની સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય કેરિયરને વેચાણ માટે મૂકવાની યોજના પર મહોર મારી હતી. વડાપ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાં રોકાણકારો આકર્ષવામાં મદદ કરશે. અર્ન્સ્ટ એન્ડ યંગે ખોટ કરતી એરલાઇનના નાણાકીય પુનર્ગઠન માટેની યોજના પૂર્ણ કરી છે.

ચૂંટણી પંચે આ વેચાણમાં આગળ ન વધવા માટે સરકારને તાકીદ કરી હતી. જોકે વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે અગાઉ જણાવ્યું હતું કે ખાનગીકરણ માટે એરલાઇનના પુનર્ગઠનને કેબિનેટની મંજૂરી મળ્યા પછી વેચાણ હાથ ધરવાની પ્રક્રિયા નવી સરકારને સોંપવામાં આવશે.

નવી સરકાર માટે આ ખોટ કરતી એરલાઇન વેચવાનું ફરજિયાત બને તેવી શક્યતા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનને આંશિક સંકટમાં સહાય કરતાં પહેલા આકરી શરતો નિર્ધારિત કરેલી છે. નવી સરકારે પણ આ શરતોનું પાલન કરવું પડશે.

પાકિસ્તાનના ખાનગીકરણ કમિશનની ખોટ કરતા જાહેર સાહસો અગે ભલામણો કરવાની સૂચના અપાઈ છે. પુનર્ગઠન યોજનામાં PIAને બે કંપનીમાં વિભાજિત કરવાની ભલામણ કરાઈ છે. એક દેવા વગરની કંપનીનું વેચાણ કરાશે. બીજી વારસાગત દેવું ધરાવતી કંપનીને હોલ્ડિંગ કંપનીબનાવવામાં આવશે. આ કંપનીમાં 2.95 અબજ ડોલરની નેગેટિવ ઇક્વિટી છે. આનો અર્થ એવો થાય છે કે તેનું તમામ મિલકતો વેચવામાં આવે તો પણ આટલું દેવું રહેશે.

PIAના માથે 785 બિલિયન પાકિસ્તાની રૂપિયા ($2.8 બિલિયન)ની નાણાકીય જવાબદારીઓ છે અને ગયા વર્ષે જૂન સુધીમાં 713 બિલિયન રૂપિયા ($2.55 બિલિયન)ની કુલ ખોટ કરી હતી.

LEAVE A REPLY

2 × five =