Massive increase in petrol-diesel prices by 35 rupees per liter in Pakistan

બ્રિટિશ ઓટોમોટિવ સર્વિસ ફર્મના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવો વધવા સાથે, હવે ફેમિલી કારની 55-લિટરની ટેન્ક ભરવાનો સરેરાશ ખર્ચ હવે £100 થશે. જે અત્યાર સુધીનો બ્રિટનનો પેટ્રોલનો સૌથી વધુ દર છે. યુકેમાં અનલીડેડ ડીઝલની સરેરાશ કિંમત લીટર દીઠ 182 પેન્સ છે અને અનલીડેડ વેરિઅન્ટની કિંમત 188 પેન્સ છે. RAC એ ચેતવણી આપી હતી કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

પેટ્રોલના ભાવો રોજિંદા ધોરણે નવા વિક્રમો સ્થાપી રહ્યા છે અને હવે દેશભરમાં સરેરાશ કદની ફેમિલી કારનું ઇંઘણ ભરવાનો ખર્ચ ત્રણ આંકડા સુધી પહોંચ્યો છે.

ચાન્સેલર, ઋષિ સુનકે માર્ચમાં ઇંધણની લેવીમાં 5 પેન્સનો ઘટાડો કર્યો હતો પરંતુ ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે તે બેઅસર થઇ ગયો હતો. ગુરુવારે Investing.com ના ડેટા અનુસાર, બ્રેન્ટ ક્રુડ $123.47 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $121.94ની નજીક હતું.

હવે વધુ ડ્યુટી કટ અથવા વેટમાં અસ્થાયી ઘટાડો જ ડ્રાઇવરોને મદદ કરી શકે તેમ છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકોને રાહતની જરૂર છે. સરકાર હજુ ઈંધણના ઊંચા ભાવનો લાભ લઈને વેચવામાં આવતા દરેક લિટરમાંથી લગભગ 30 પેન્સની VAT લઈ રહી છે.