Global law firm allowed to open office in India
(istockphoto.com)

ભારતે વિદેશી લો કંપનીઓને કોર્પોરેટ કાયદા અને M&A સર્વિસ ઓફર કરવા દેશમાં ઓફિસો ખોલવાની મંજૂરી આપશે. વિદેશી લો ફર્મને મંજૂરીથી સ્થાનિક કંપનીઓનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રના ધરમૂળથી ફેરફાર થવાની ધારણા છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બુધવારે જારી કરેલા નવા નિયમોમાં જણાવ્યું હતું કે વિદેશી વકીલો અને લો ફર્મ પણ પારસ્પરિક ધોરણે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કેસોમાં સલાહ આપી શકે છે, એટલે કે માત્ર એવા દેશોના વકીલો જે ભારતીય વકીલોને સમાન તકો આપે છે તેઓ ભારતમાં પ્રેક્ટિસ કરી શકે છે. જો કે, વિદેશી વકીલોને માત્ર વિદેશી અથવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિશે સલાહ આપવાની મંજૂરી આપવામાં આવશે અને કોઈપણ ભારતીય અદાલતો, ટ્રિબ્યુનલ અથવા નિયમનકારી સત્તાવાળાઓ સમક્ષ હાજર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

વિદેશી વકીલોને સંયુક્ત સાહસો, મર્જર અને એક્વિઝિશન, બૌદ્ધિક સંપદા બાબતો જેવા ટ્રાન્ઝેક્શનલ વર્ક/કોર્પોરેટ વર્ક માટે પરસ્પરના ધોરણે પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવશે. નવા નિયમોનો અર્થ એ છે કે લેથમ એન્ડ વોટકિન્સ, ડીએલએ પાઇપર અને બેકર મેકેન્ઝી જેવી ગ્લોબલ લો ફર્મ ભારતમાં ઓફિસ સ્થાપી શકશે.

ભારતીય લો ફર્મ સરાફ એન્ડ પાર્ટનર્સના સ્થાપક મોહિત સરાફે જણાવ્યું હતું કે નવા નિયમો “ગેમ ચેન્જર” હશે અને બજારમાં સ્પર્ધામાં વધારો કરશે. તે અમને વિદેશી વકીલો, વિદેશી કાયદાકીય સંસ્થાઓ સાથે સહયોગ કરીને વેલ્યૂ ચેઇનમાં આગળ વધવા માટે સક્ષમ બનાવશે.

LEAVE A REPLY

19 + one =