‘ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ’ ( GSFC ) ઓફ ગ્રેટર લોસ એન્જલસના સભ્યો માટે શનિવાર, તા. ૨૨ ઑક્ટોબરના રોજ દક્ષિણ કેલિફોર્નિયાની ઑરેન્જ કાઉન્ટીના પ્રસિધ્ધ ડીઝની ફેમ એવા એનાહેમ સીટીના ગાયત્રી મંદિર ખાતે એક હાસ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શ્રી દિનકર મહેતાએ ખૂબ જ મજેદાર જોક કહીને સૌને હસાવીનો લોટપોટ કરી દીધા હતા.  કાર્યક્રમમાં કાન્તિભાઈ મિસ્ત્રીના હસ્તે શ્રી દિનકરભાઈ મહેતાને પ્રસંશાપત્ર અર્પણ કરાયું હતું.

ત્રણ દિવસની કેલિફોર્નીયાની ટુર પર આવેલા શ્રી દિનકર મહેતાને શનિવારની બપોરે ખૂબ જ ટૂંકી તૈયારી સાથે “ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ” ( GSFC ) એ કાન્તિભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમ માટે મનાવી લીધા હતા. ટુંકી નોટીસ હોવા છતાં અને દિવાળીના કાર્યક્રમોમાં સૌ વ્યસ્ત હોવા છતાં સારી એવી સંખ્યામાં વરિષ્ઠ નાગરીકો હાજર રહ્યા હતા.

સતત બે કલાક સુધી શ્રી દિનકરભાઈ મહેતાએ સૌ કોઈને હાસ્ય તરબોર કરી દીધા હતા. તેમની આગવી શૈલીમાં સૌને પેટ પકડીને હસાવ્યા હતા. ૭૪ વર્ષની ઢળતી વયે પણ તેમની કલા યથાવત્ જોવા – માણવા મળી.

શ્રી કાંતિભાઈ મિસ્ત્રીએ શ્રી દિનકરભાઈનો પરીચય આપ્યો હતો અને શ્રી ગુણવંતભાઈએ સૌને મીઠો આવકાર આપ્યો હતો. ગૃપના સિનીયર સભ્યશ્રી પ્રવિણભાઈ શાહના હસ્તે શ્રી દિનકરભાઈનું ફૂલ-ગુચ્છથી હાર્દિક સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમના અંતે સૌ કોઈએ ચા – બિસ્કિટનો લાભ લીધો હતો. ગાયત્રી મંદિરના ખૂબ જ હકારાત્મક સહયોગ બદલ મંદિરના સ્વયંસેવકો તથા વહીવટકર્તા શ્રી ભાનુંભાઈ પડયા અને શ્રીમતિ કુસુમબેન પંડ્યાનો યાભાર વ્યક્ત કરાયો હતો.

GSFCના કન્વિનર શ્રી ગુણવંતભાઈ પટેલ, દુષ્યંતભાઈ પટેલ તથા યુવાન સભ્ય ઉમેશ શાહે કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જ સુંદર ફાળો આપ્યો હતો. (માહિતી: ગુણવંતભાઈ પટેલ અને તસવીર: કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા)

LEAVE A REPLY

nine − four =