ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ૨૪ જુલાઈ થી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૪ જુલાઈ(શનિવાર)એ ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ અને દાદરા નગર હવેલી તેમ જ કચ્છમાં વરસાદની સંભાવના છે.
૨૫,૨૬ અને ૨૭ જુલાઈએ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ-દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે.
૨૮ જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમ જ દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડી શકે છે.
( સ્ત્રોત : ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા વેધર બુલેટીનના આધારે.)