ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ 9થી 12 ધોરણ માટે સ્કૂલો નહીં ખોલવાનો સરકારે નિર્ણય કર્યો છે. બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત ધોરણે વાલીની મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં. હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત્ રહેશે.