અકાલીદળના નેતા હરસિમરત કૌર બાદલનો અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં નમન કરતો ફાઇલ ફોટો. હરસિમરત કૌર બાદલ કૃષિ ખરડાના વિરોધમાં કેન્દ્રીય કેબિટનમાંથી રાજીનામું આપ્યું છે. (Getty Images)

પંજાબ ભાજપના વડા અસ્થવાણી શર્માએ કેન્દ્રીય કેબિટનેટમાંથી હરસિમરત કૌર બાદલના રાજીનામાને શિરોમણી અકાલી દળ (SAD)નો રાજકીય નિર્ણય ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે શિરોમણી અકાલી દળ કેન્દ્ર ખાતેના એનડીએ ગઠબંધનનો હિસ્સો છે.
ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન હરમિરન કૌર બાદલે કૃષિ ક્ષેત્રના ત્રણ ખરડાના વિરોધમાં ગુરુવાર રાત્રે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને કેન્દ્ર સરકારને આંચકો આપ્યો હતો.

ભાજપ અને અકાલીદળ વચ્ચે જોડાણ ચાલુ રહેવા અંગે શર્માએ જણાવ્યું હતું કે અકાલીદળે જણાવ્યું હતું કે તે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો હિસ્સો છે. જોકે અકાલીદળના વડા સુખબિર સિંઘ બાદલે ગુરુવારે દિલ્હીમાં ગુરુવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના ભાવિ પગલાં તથા ભાજપના વડપણ હેઠળના ગઠબંધનમાં રહેવું કે નહીં તે અંગેનો નિર્ણય પછીથી પાર્ટીની બેઠકમાં લેવામાં આવશે..