પ્રતિકાત્મક તસવીર (ANI Photo)

ચાઇલ્ડ સેક્સ ગૃમીંગ અંગે યુકેના વિવિધ શહેરોમાં યોજાઇ રહેલા ‘હિન્દુ અવેરનેસ કેમ્પેઇન’નો લેસ્ટર સ્થિત ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ અને યુકે ઈન્ડિયન મુસ્લિમ કાઉન્સિલે વિરોધ કરતાં ઇનસાઇટ યુકેએ આ કાર્યક્રમોનો બચાવ કરતો એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે.

ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે ‘’ ‘હિન્દુ અવેરનેસ કેમ્પેઇન’ના નામે યોજાતા કાર્યક્રમો બાળાઓ અને યુવતીઓમાં સેક્સ ગૃમિંગ અંગે જાગૃતી લાવવા, સમુદાયોને શિક્ષિત કરવા અને નિર્બળ છોકરીઓને ગૃમિંગ કરતી ટોળકી દ્વારા ફસાતા રોકવા માટે શું કરવું જોઇએ તે અંગે જાગૃતી લાવવા યોજાઇ રહ્યા છે.’’

ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે ‘’સમાજમાં જાગરૂકતા વધારીને અને સમુદાયોને સમસ્યાને ઉકેલવા માટેના સાધનો સાથે સજ્જ કરવા આ કાર્યક્રમો જરૂરી સમર્થન, મદદ અને માર્ગો પ્રદાન કરીએ છીએ. ઇનસાઇટ યુકે આ ગંભીર મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખશે અને અમે તમામ સમુદાયોને તેમના બાળકોને સેક્સ ગૃમીંગ અને શોષણથી બચાવવા માટે આવા જ જાગૃતિ અભિયાનોને સમર્થન આપવા અથવા તેનું આયોજન કરવા વિનંતી કરીએ છીએ.’’

આ અગાઉ યુકે ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલે ટ્વીટર (@UKIMCouncil) પર તા. 11 મે ના રોજ એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે ‘’અમે સમગ્ર શહેરમાં ધાર્મિક નેતાઓ અને વિશ્વાસ જૂથોને સદ્ભાવનાથી સાથે આવવા અને આવા કાર્યક્રમોને નકારવા માટે આહ્વાન કરીએ છીએ. આપણે શાંતિ જાળવી રાખીએ અને સાથે મળીને હકારાત્મક રીતે કામ કરવાનું ચાલુ રાખીએ. કારણ કે આપણું શહેર સંબંધોના પુનર્નિર્માણ અને સમારકામના સમયગાળામાં છે.’’

ઇન્સાઇટ યુકેએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે ‘’ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ અને યુકે ઈન્ડિયન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા તેમના નિવેદનમાં ખોટો દાવો કરાયો છે કે “હિન્દુ અવેરનેસ કેમ્પેઇન – ગૃમિંગ એન્ડ રીલીજીયસ કન્વર્ઝન’’ કાર્યક્રમ સમુદાયના જોડાણ માટે અનુકૂળ નથી અને લેસ્ટરની ભાવનામાં નથી. ગૃમિંગની સમસ્યા જાણીતી રાષ્ટ્રીય સમસ્યા છે અને તેનો સામનો કરવા માટે ઇનસાઇટ યુકે આવા કાર્યક્રમોને સમર્થન આપી રહ્યું છે.

LEAVE A REPLY

17 − sixteen =