property tax

ફિશિંગ કૌભાંડમાં હજારો ટેક્સ ખાતાઓની વિગતો જાહેર થયા બાદ HM રેવન્યુ અને કસ્ટમ્સને £47 મિલિયનનું નુકસાન થયું છે.

ટેક્સ ઓથોરિટીના બે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સે બુધવારે ટ્રેઝરી કમિટીને જણાવ્યું હતું કે ‘’ગયા વર્ષે શરૂ થયેલી “ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ”ના બનાવમાં 100,000 લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અથવા સંપર્ક કરવાની પ્રક્રિયામાં હતા.

HMRCના ચીફ એક્ઝિક્યુટિવ જોન-પોલ માર્ક્સે જણાવ્યું હતું કે ‘’અસરગ્રસ્ત લોકોને આગામી ત્રણ અઠવાડિયામાં HMRC તરફથી એક પત્ર મળશે જેમાં જાણ તેમના PAYE એકાઉન્ટ પર પ્રવૃત્તિ થઇ હોવાની જાણકારી મળી છે તેવું જણાવાશે. જો કે તેમને ‘કોઈ નાણાકીય નુકસાન’ થશે નહીં.’’

HMRCના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ અને બીજા પર્મેનન્ટ સેક્રેટરી એન્જેલા મેકડોનાલ્ડે ઉમેર્યું હતું કે “હાલમાં, ઠગ લોકો £47 મિલિયન જેટલું રિફંડ મેળવવામાં સફળ રહ્યા છે. ગયા ટેક્સ યરમાં ખરેખર £1.9 બિલિયન મૂલ્યની રકમનું રક્ષણ કર્યું છે જેને છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”

મેકડોનાલ્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભંગ “સાયબર-હુમલો નથી, અમને હેક કરવામાં આવ્યા નથી, અમારી પાસેથી ડેટા કાઢવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અનધિકૃત ઍક્સેસ અટકાવવા માટે  અસરગ્રસ્ત એકાઉન્ટ્સ લોક કરી લોગિન વિગતો કાઢી નાખી છે.’’

LEAVE A REPLY