ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી) ખાતે ‘IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ’નું ઉદ્દઘાટન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. તેમણે ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના આઠ ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં એવું સુદ્રઢ IT ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા હરેકના મુખ પર કાયમ ખુશી જળવાઇ રહે અને તેમને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની અનૂભુતિ થાય.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના પ્રધાન જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતે ગ્લોબલ આઇટી ઇકોસિસ્ટમમાં લીડર તરીકે પોતાની ઓળખ બનાવી છે ત્યારે ગુજરાત વિશ્વ સાથેની સ્પર્ધામાં પ્રવેશી ચૂક્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ હેઠળ ભારતીય IT ક્ષેત્રે રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણના સંદર્ભમાં વૈશ્વિક IT લેન્ડસ્કેપમાં આપણા રાષ્ટ્રને નેતૃત્વની સ્થિતિએ સ્થાન અપાવ્યું છે. ગુજરાતમાં ફેબ્રુઆરી-૨૦૨૨માં ગુજરાત IT/ITeS નીતિ (૨૦૨૨-૨૭) લોન્ચ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ખુબ જ ટૂંકા સમયગાળામાં IT ક્ષેત્રમાં ખુબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ ગુજરાતમાં થયા છે. છેલ્લા છ મહિનામાં ગુજરાતમાં ૧૫થી વધારે MOU થયા છે. ટોચની IT કંપની IBM એ એડવાન્સ રિસર્ચ અને ઇનોવેશન ફેસિલિટી સોફ્ટવેર લેબનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ કર્યો છે. આ લેબ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૌશલ્ય નિર્માણને વેગ આપશે અને ગુજરાતના કુશળ યુવા આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે. ગુજરાત IT/ITeS પોલિસી અંતર્ગત AI, CLOUD, IoT, બ્લોકચેન જેવી નવીન ટેક્નોલોજીઓમાં જાગરુકતા ધરાવતા કુશળ IT મેનપાવર તૈયાર કરવા અને તેમના માટે મૂલ્ય આધારિત નવીનતા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

LEAVE A REPLY

9 − three =