'Hum Aur Hamara Desh' program ,Inspiring Indian Women IIW'
(istockphoto.com)

‘ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વુમન IIW’ સંસ્થા દ્વારા ‘ભારતના પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી પ્રસંગે

‘હમ ઔર હમારા દેશ’ કાર્યક્રમનું આયોજન તા. 28મી જાન્યુઆરી – શનિવારના રોજ બપોરે 1 થી 5 દરમિયાન કિંગ્સબરી હાઇ સ્કૂલ (લૉઅર), બેકન લેન, કિંગ્સબરી, બ્રેન્ટ, NW9 9AT ખાતે કરાયું છે.

લંડનની અંદર નાનું ભારત બનાવવાના ઉત્સાહ અને યુકેમાં ભારતીય ડાયસ્પોરામાં માતૃભૂમિ પ્રત્યે પ્રેમ જગાડવાની પહેલ તરીકે IIW સંસ્થા દ્વારા છેલ્લા 6 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરાય છે અને આપણી ભાવિ પેઢીમાં દેશભક્તિના મૂલ્યો કેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનો વેચવા અને નવા ગ્રાહકો સાથે સંપર્ક કેળવવા પ્લેટફોર્મ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, નૃત્યો, ભાષણો, નાટકો, ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન થશે. કાર્યક્રમને AAISS લર્નિંગ, એનફિલ્ડ સહેલી, સ્પિન લંડન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

સંપર્ક: 07440 635 511 : [email protected]

LEAVE A REPLY

three × 2 =