ભારતમાં ઓગસ્ટ મહિનામાં જીએસટીની ગ્રોસ આવક રૂ. 1,59,069 કરોડ નોંધાઇ હતી, જેમાંથી સીજીએસટી છે રૂ. 28,328 કરોડ, એસજીએસટી રૂ. 35,794 કરોડ છે, આઇજીએસટી રૂ.83,251 કરોડ (માલસામાનની આયાત પર એકત્રિત કરવામાં આવેલા રૂ. 43,550 કરોડ સહિત) છે અને સેસ રૂ.11,695 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા રૂ.1,016 કરોડ સહિત) છે. ઓગસ્ટ, 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં જીએસટીની આવક કરતા 11 ટકા વધુ છે. આ મહિના દરમિયાન, માલની આયાતથી થતી આવક 3% વધુ હતી અને ઘરેલું વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 14% વધુ છે.

LEAVE A REPLY