ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટેના અધિકારીઓએ કેનેરા બેન્ક સાથે રૂ. 538 કરોડની કથિત છેતરપિંડી સાથે સંકળાયેલાં મની લોન્ડરિંગના કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. ઇડીની ઓફિસ ખાતે લાંબી પૂછપરછને પગલે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

કેનેરા બેન્ક સાથેની છેતરપિંડીના કેસમાં જેટ એરવેઝ, 74 વર્ષીય ગોયલ અને તેમનાં પત્ની અનિતા તથા કંપનીના અધિકારીઓ સામે સીબીઆઇએ કરેલી ફરિયાદને પગલે મની લોન્ડરિંગ કેસ બહાર આવ્યો હતો. એફઆઇઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બેન્કે જેટ એરવેઝ લિમિટેડને રૂ. 848 કરોડની ક્રેડિટ લિમિટ મંજૂર કરી હતી, જેમાંથી રૂ. 538 કરોડ બાકી લેણાં હતા. અગાઉ ઇડીએ મુંબઇ અને દિલ્હીમાં ગોયલ અને એરલાઇનનાં ભૂતપુર્વ ઓડિટરને ત્યાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.

LEAVE A REPLY

3 + 10 =