ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 9 મેએ HSC વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર હતું. ગુજરાત બોર્ડે વિજ્ઞાન અને સામાન્ય સહિત તમામ પ્રવાહો માટે 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન ધોરણ 12ની પરીક્ષાઓ લીધી હતી.
ધોરણ 12 વિજ્ઞાનના પરિણામ એકંદરે 82.45 ટકા રહ્યું હતું, જે ગત વર્ષે 65.58% ટકા હતું. તેવી જ રીતે, સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 91.93% રહ્યું હતું. જે ગયા વર્ષે 73.27% હતું. આ વર્ષે, વિજ્ઞાન પ્રવાહમાં છોકરીઓ કરતાં છોકરાઓએ સારો દેખાવ કર્યો હતો. બોર્ડમાં છોકરીઓની પાસની ટકાવારી 82.35 ટકા રહી હતી, જ્યારે છોકરાની પાસની ટકાવારી 83.53 ટકા રહી હતી.
GSEB HSC સામાન્ય પ્રવાહમાં, 3,78,268 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 3,47,738 પાસ થયા હતા.GSEB HSC સાયન્સમાં પ્રવાહમાં 1,11,132 વિદ્યાર્થીઓ બેઠાં હતા, તેમાંથી 91,625 પાસ થયા હતા. વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ-Aમાં પાસ થવાની ટકાવારી 90.11 ટકા છે, ગ્રુપ Bમાં 78.34 ટકા રહી હતી.
મોરબીમાંથી 92.8 ટકા વિદ્યાર્થીઓ પાસ થતાં મોરબી જિલ્લો ટોપ પર રહ્યો હતો. જોકે છોટા ઉદેપુરમાં સૌથી ઓછા 51.36 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,000થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 3,50,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2023માં ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની એકંદર પાસ ટકાવારી 65.58 ટકા હતી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 67.18 ટકાની પાસિંગ ટકાવારી સાથે ગુજરાતી માધ્યમ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.