ASHRAM Asian Elderly Day

આશ્રમ એશિયન એલ્ડર્લી ડે સેન્ટર દ્વારા બુધવાર તા. 17 ઓગસ્ટના રોજ ભારતના 75મા સ્વતંત્ર દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રાષ્ટ્ર ગીત ગાઇ ધ્વજવંદન કરાયું હતું અને આશ્રમના અધ્યક્ષ શ્રી પ્રવિણ અમીન, શ્રી બાબુભાઈ પટેલ, સુનંદા રાજન અને જનક અમીન દ્વારા પ્રાસંગીક વક્તવ્ય અપાયું હતું. ઉપસ્થિત સૌએ ધ્વજ લહેરાવી, શાકાહારી ડીનર, ગીતો અને ગરબાનો આનંદ માણ્યો હતો.