Sunak Couple Temple Visit

યુકેમાં ભારતીય ડાયસ્પોરા જૂથોએ સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાવા માટે ઋષિ સુનકની “પ્રેરણાદાયી” બિડના નિષ્કર્ષ પર પ્રતિક્રિયા આપી નવા વડા પ્રધાન, લિઝ ટ્રસ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) યુકેના સનમ અરોરાએ જણાવ્યું હતું કે, “આ ઉત્સાહ બતાવવા માટે ઋષિ સુનકને અભિનંદન, લાખો લોકોને આ પ્રક્રિયામાં અકલ્પ્ય ગ્લાસ સીલીંગ તોડવા માટે તેમણે પ્રેરણા આપી છે. ફોરેન સેક્રેટરી તરીકે લિઝ ટ્રસ યુકે-ભારત સંબંધોના અસાધારણ ચેમ્પિયન રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં આ સંબંધો વધુ મજબૂત બનશે. તેમનું ધ્યાન ભારત પર કેન્દ્રિત છે જે અર્થપૂર્ણ ભાગીદારીનું સંચાલન કરવા માટે મહત્વપૂર્ણ છે.”

બ્રિટિશ ઈન્ડિયન્સ વોઈસ કોમ્યુનિટી ગ્રૂપે ટ્વિટર પર લખ્યું હતું કે “જીતવું કે હારવું એ મહત્ત્વનું છે, પરંતુ છેલ્લે સુધી લડવું સૌથી વધુ મહત્વનું છે. ઋષિ સુનક, તમે અમને બધાને પ્રેરણા આપી અને અમને મોટા સપના જોવાનું શીખવ્યું. અમે તમારી મહેનતનું સન્માન કરીએ છીએ અને બ્રિટિશ ભારતીયો હંમેશા #Ready4Rishi છે.”

INSA UK ના પ્રમુખ અમિત તિવારીએ જણાવ્યું હતું કે, “વધતી યુકે-ભારત ભાગીદારી સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો બંનેને વિઝાની વધતી સંખ્યામાં પ્રતિબિંબિત થાય છે. અમે આશા રાખીએ છીએ કે લિઝ ટ્રસ યુકે-ભારત સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખશે અને તેમની સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટે સુવિધાઓમાં સુધારો કરશે.”

તાજેતરના હોમ ઑફિસના ડેટા અનુસાર, ભારતીયોએ ગત વર્ષની સરખામણીએ 89 ટકાના વધારા સાથે સ્પોન્સર્ડ સ્ટડી વિઝા મેળવી ચાઇનીઝને પાછળ છોડી દીધા છે. ભારતીય નાગરિકો યુકેના સ્કીલ વર્કર વિઝા મેળવનાર તરીકે પણ ટોચ પર છે. જે વૈશ્વિક સ્તરે મંજૂર કરાયેલા તમામ સ્કીલ વર્ક વિઝામાં 46 ટકા હિસ્સો ધરાવે છે.

ટ્રસે પણ ભારતમાંથી “શ્રેષ્ઠ અને તેજસ્વી” લોકોને આકર્ષવાનું ચાલુ રાખવા માટે વિઝા સિસ્ટમ પર ધ્યાન આપવાનું વચન આપ્યું છે.

LEAVE A REPLY

fourteen + eleven =