ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. પરંતુ આ સાથે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) 550 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે. DGFTએ એક જાહેરનામામાં કહ્યું હતું કે, ડુંગળીની નિકાસ નીતિને સંશોધિત કરીને તત્કાળ અસરથી અને આગામી આદેશ સુધી પ્રતિ ટન 550 ડોલરની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવી હતી.
સરકારે ગત વર્ષે આઠ ડિસેમ્બરના રોજ 31 માર્ચ, 2024 સુધી ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. માર્ચમાં નિકાસ પ્રતિબંધને નવા આદેશ સુધી વધારવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલયે માર્ચમાં ડુંગળીનું ઉત્પાદન ગયા વર્ષના આશરે 302.08 લાખ ટનની તુલનામાં આશરે 254.73 લાખ ટન થવાની અપેક્ષા છે.
ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્ર પ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ નિકાસ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

19 − eight =