India's contribution of $5 million to the ASEAN India Technology Fund
ભારતના વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડ શનિવાર, 12 નવેમ્બરે કંબોડિયાના ફ્નોમ પેન્હમાં 19મી આસિયાન-ભારત સમિટ દરમિયાન વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ સાથે મુલાકાત કરી હતી. (ANI ફોટો)

ભારતે શનિવાર (12 નવેમ્બરે)એ જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચરના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આસિયાન-ઈન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડમાં 50 મિલિયન ડોલરના વધારાના યોગદાનની જાહેરાત કરી હતી.

ASEAN-ભારત અને ઇસ્ટ એશિયા સમિટ માટે વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડની કંબોડિયાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે શનિવારે તેમણે આસિયાન-ઇન્ડિયા સમિટને સંબોધિત કરી હતી. વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) સૌરભ કુમારે જણાવ્યું હતું કે ભારત અને આસિયાન બંનેએ દરિયાઈ સુરક્ષા સહિત દરિયાઈ સહયોગને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આસિયન-ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી સહકારનો ઔપચારિક રીતે 1996માં શરૂ થયો હતો. તે સમયે આસિયન ઇન્ડિયા એસ એન્ડ ટી વર્કિંગ ગ્રૂપની રચના થઈ હતી.

LEAVE A REPLY

two × two =