India's first aluminum goods train launched
ભારતમાં પ્રથમ એલ્યુમિનિયમ ગૂડ્ઝ ટ્રેનને રવિવાર (16 ઓક્ટોબર)એ ભુવનેશ્વર ખાતે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. (ANI Photo)

ભારતમાં પ્રથમ એલ્યુમિનિયમ ગૂડ્ઝ ટ્રેનને રવિવાર (16 ઓક્ટોબર)એ ભુવનેશ્વર ખાતે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બેસ્કો લિમિટેડ વેગન ડિવિઝન અને હિંદાલ્કોએ સંયુક્ત રીતે નવી ગૂડ્ઝ ટ્રેન બનાવાઈ છે. રેલવેના જણાવ્યા અનુસાર દર ૧૦૦ કિગ્રા વજનમાં ઘટાડા સાથે તેમાં કાર્બનનો ઉપયોગ પણ ઓછો થયો છે. ટ્રેનના સમગ્ર કાર્યકાળમાં ૮-૧૦ ટન કાર્બનની બચત થશે. એનો અર્થ એ થયો કે, એક જ રેકમાં ૧૪,૫૦૦ ટનથી વધુ કાર્બન ઓછો વપરાશે.

આ ટ્રેનમાં સ્ટીલના વર્તમાન ડબાની તુલનામાં નવી ટ્રેનનું વજન ૧૮૦ ટન ઓછું છે. તેને લીધે સમાન અંતરની ટ્રેન કરતાં ઝડપ વધુ રહેશે અને વીજ વપરાશમાં પણ ઘટાડો થશે. રેલવેએ જણાવ્યું હતું કે, “દેશ માટે આ ગૌરવની વાત છે. આ હળવા વજનના એલ્યુમિનિયમના ડબાથી ભારતીય રેલવેના મોટા ઇનોવેશન સાથે સ્વદેશીની ઝુંબેશને પણ વેગ મળશે.

LEAVE A REPLY

13 − seven =