વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના પ્રથમ સ્વદેશી એરફ્રાક્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત દેશને સમર્પિત કર્યું હતું. REUTERS/Sivaram V

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના પ્રથમ સ્વદેશી એરફ્રાક્ટ કેરિયર આઇએનએસ વિક્રાંત દેશને સમર્પિત કર્યું હતું. આ વિમાનવાહક યુદ્ધજહાજ ભારતીય નૌકાદળનું બીજું એરક્રાફ્ટ કેરિયર છે અને ભારતમાં બનેલું સૌથી મોટું યુદ્ધજહાજ છે. આ એરક્રાફટ કેરિયર 20 મિગ-29 ફાઈટર જેટ્સને લઈ જવામાં સક્ષમ છે.

ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ જહાજ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તે સ્વદેશી ક્ષમતા અને સ્વદેશી કૌશલ્યનું પ્રતીક છે. તેના એરબેઝમાં લગાવવામાં આવેલ સ્ટીલ પણ સ્વદેશી છે. ઈન્ડો-પેસિફિક રીજન અને ઈન્ડિયન ઓશનમાં સુરક્ષા ચિંતાઓને લાંબા સમયથી અવગણાતી હતી પરંતુ આજે આ વિસ્તાર આપણા માટે દેશની સૌથી મોટી સુરક્ષા પ્રાથમિકતા છે. તેથી અમે નેવીના માટે બજેટ વધારવાથી લઈને તેમની ક્ષમતા વધારવા સુધી દરેક દિશામાં કામ કરી રહ્યા છીએ.

262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત 18 નોટિકલ માઈલથી 7500 નોટિકલ માઈલનું અંતર કવર કરી શકે છે. વિક્રાંત 40 હજાર ટન વજનવાળું વિમાન વાહક જહાજ છે. વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સની પાસે જ 40 હજાર અને એનાથી વધુ વજનવાળું વિમાનવાહક જહાજનું નિર્માણ કરવાની ક્ષમતા છે. વિક્રાંત 20 મિગ-29 લડાકુ વિમાન અને દસ હેલિકોપ્ટરને લઈ જવામાં સક્ષમ છે.

LEAVE A REPLY

nine − seven =