પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

2016માં લંડનની સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટના ભારતીય મૂળના વરિષ્ઠ ટ્રાયલ જજ કેલી કૌલ ક્યુસી બકવાસ કરે છે એમ કહી બેકાબૂ બની “કોર્ટનું વાતાવરણ ઝેરી” બનાવનાર યુકે-સ્પેનિશ નાગરિકત્વ ધરાવતા ક્રીમીનલ લૉ સ્પેશ્યાલીસ્ટ – બેરિસ્ટર જેક્લીન વાલેજોને £2,000નો દંડ કરી ચાર મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. “અસંસ્કારી અને અવ્યાવસાયિક” રીતે વર્તન કરનાર બેરીસ્ટર સામે બાર ડીસીપ્લીનરી ટ્રિબ્યુનલે ગયા અઠવાડિયે ચુકાદો આપ્યો હતો.

જેક્લીન વાલેજોની કેટલીક અસંસ્કારી ટિપ્પણીઓ જ્યુરીની હાજરીમાં બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી. ગાર્ડન કોર્ટ અને સ્ટોનવોલે આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવાની અંતિમ રજૂઆત સોમવારે તા. 20ના રોજ લંડનમાં ટ્રિબ્યુનલ સમક્ષ મુકવામાં આવશે.

ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે વાલેજો કૌલ પ્રત્યે અપમાનજનક હતા અને તેણે “અયોગ્ય સ્વર, વલણ અને અભિગમ” અપનાવ્યું હતું. ટ્રિબ્યુનલમાં, વાલેજોના બેરિસ્ટર, અલી નસીમ બાજવા QCએ સ્વીકાર્યું હતું કે અસભ્યતા થવી જોઈતી ન હતી. તેણે કહ્યું કે વાલેજોને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેણીના વર્તન બદલ તેને પસ્તાવો થયો હતો.