જસબીર કૌર અને ઓરમાન પિતા રૂપિન્દર સિંહ બાસન (West Midland Police)

ચાકુ રાખવાનું વળગણ ધરાવતા પેટના જણેલા ખતરનાક પુત્ર અનમોલ ચના દ્વારા રહેંસી નાંખવામાં આવેલી ઓલ્ડબરીની ભયભીત માતા જસબીર કૌરે મરતા પહેલા લોકો સમક્ષ મદદ માટે અરજ કરી હતી. પરંતુ હવે તેમના પુત્રની હરકતો માટે તેમનું ‘નબળુ વાલીપણુ’ જવાબદાર છે તેમ ઠેરવવામાં આવી રહ્યું છે. અનમોલે માતાની સાથે પોતાના સાવકા પિતા રુપિન્દર બસનની હત્યા કરી હતી.

મનોવિકૃત પુત્ર અનમોલ ચનાએ મારી નાખશે તેવી ઘણી ધમકીઓ આપ્યા બાદ જસબીર કૌરે ડરમાં વર્ષો વિતાવ્યા હતા. પરંતુ સત્તાવાળાઓ લોહીયાળ હુમલાને રોકવામાં નિષ્ફળ ગયા હતા. અનમોલ બાળપણથી જ સામાજિક સેવાઓ, GPs અને માનસિક સ્વાસ્થ્ય ટીમો માટે તેના વિચિત્ર અને હિંસક વર્તન માટે જાણીતો હતો. જેના કારણે તેના શિક્ષકો ચિંતિત હતા. જસબીર અને તેની બહેન ટેકો મેળવવા માટે વર્ષો વિતાવ્યા હતા.

આખરે અનમોલે ફેબ્રુઆરી 2020માં જસબીર કૌર, (ઉ.વ. 52) અને તેમના પતિ રુપિન્દર બસન (ઉ.વ. 51)ને માઉન્ટ રોડ પરના ઘરે 20 થી વધુ વખત છરા મારી હત્યા કરી હતી. જે માટે અનમોલને ઓછામાં ઓછા 36 વર્ષ માટે જેલ કરાઇ હતી.

સેફર સેન્ડવેલ પાર્ટનરશીપ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે કેવી રીતે અનમોલ તેની માતાને “સતત જાનથી મારી નાખવાની ધમકીઓ” આપતો હતો. ચનાએ મનોવૈજ્ઞાનિકો સાથે “શસ્ત્રો પ્રત્યેના તેના આકર્ષણ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને તેની માતા કે બહેન માટે કોઈ પસ્તાવો કે સહાનુભૂતિ દર્શાવી ન હતી. ચનાનું પુખ્તાવસ્થામાં મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ દ્વારા ક્યારેય ઔપચારિક રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને તેના GP અથવા (A&E) સ્ટાફ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો રેફકરન્સ આપવામાં આવ્યો ન હતો. હત્યાના મહિનાઓ પહેલા તેઓને લાગ્યું હતું કે તે મનોવિકૃતિના લક્ષણોનું પ્રદર્શન કરી રહ્યો છે અને તે તેમના અને અન્ય લોકો માટે જોખમી છે.

LEAVE A REPLY