કેન્ટન દેરાસર ખાતે રાજા ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ વેલ્સ, કેટ મિડલટન સાજા થઇ જાય તે માટે પ્રભુ ભક્તિ અને પ્રાર્થનાના કાર્યક્રમનું સુંદર આયોજન તા. 5 એપ્રિલના રોજ સાંજની આરતી પછી 7.30 થી 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.

આ પ્રંસંગે હેરોના મેયર કાઉન્સિલર શ્રી રામજીભાઇ રામજી ચૌહાણ અને સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક પ. પૂ. શ્રી રાજ રાજેશ્વર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કિંગ ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલ્ટનના તંદુરસ્ત આયુષ્ય અને સુદિર્ઘ જીવન અને કલ્યાણ માટે પ્રભુ ભક્તિ અને પ્રાર્થના કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે સ્થાનિક જૈન અગ્રણી અને વિદ્વાન શ્રી વિનોદભાઇ કપાસી તથા તેમના પત્ની શ્રીમતી સુધાબેન કપાસી અને અન્ય અગ્રણીઓ, શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સૌએ સંગીત સાથે પ્રભુ સ્તવનમાં ભાગ લીધો હતો.

સંસ્થાના પ્રમુખ શ્રી નિરજભાઇ સુતરીયાએ આમંત્રિત મહેમાનો, કાર્યક્રમને સફળ બનાવનાર મહાવીર ફાઉન્ડેશનના સમિતિ સભ્યો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી દેરાસરના આગામી કાર્યક્રમોમાં ઉમળકાભેર ભાગ લેવા સૌને અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

11 − four =