Ladakh and Mayurbhanj included in Time magazine's list of World's Greatest Places
લદ્દાખ (istockphoto)

વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝિને વર્ષ 2023 માટે ‘વિશ્વના મહાન સ્થળો’ની વાર્ષિક યાદીમાં ભારતના બે સ્થળો લદ્દાખ અને ઓડિશાના મયુરભંજનો સમાવેશ કર્યો છે. ટાઇમ વિશ્વના આવા 50 સ્થળોની યાદી જાહેર કરી છે. ટાઇમન મેગેઝિનના જણાવ્યા મુજબ મયુરભંજ જિલ્લો તેના દુર્લભ વાઘ, પ્રાચીન મંદિરો, રોમાંચ અને વ્યંજનો માટે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે લદ્દાખ તેના અદભૂત આલ્પાઇન લેન્ડસ્કેપ અને તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિને કારણે લોકોને આકર્ષે છે. અહીં એક વાર ગયા પછી વારંવાર અહીં આવવાની ઈચ્છા થઈ આવે છે.

વૈશ્વિક યાદીમાં વિલ્મેટ વેલી (ઓરેગોન), રિઓ ગ્રાન્ડે (પ્યુઅર્ટો રિકો), ટક્સન (એરિઝોના), યોસેમિટી નેશનલ પાર્ક (કેલિફોર્નિયા), બોઝેમેન (મોન્ટાના), વોશિંગટન ડીસી. વાનકુવર, (કેનેડા). ચર્ચિલ (કેનેડા), ડીજોન, (ફ્રાન્સ) વગેરેનો પણ સમાવેશ થાય છે.

ટાઈમ મેગેઝીને લદ્દાખ અને મયુરભંજ માટે પ્રોફાઈલ પેજીસ બનાવ્યા છે. 2023માં ભારતે લદ્દાખની રાજધાની લેહથી લગભગ 168 માઇલ દક્ષિણપૂર્વમાં હનલે ગામમાં તેના ઘેરા કાળા આકાશની વિશેષતાનો ઉલ્લેખ કર્યો છે. ગામમાં વર્ષમાં લગભગ 270 સ્પષ્ટ રાત હોય છે, જે તેને ખગોળીય વૈભવ માટે આદર્શ બનાવે છે. તેના લીલાછમ લેન્ડસ્કેપ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત, ઓડિશામાં મયુરભંજ એ સૂચિમાં બીજું ભારતીય સ્થળ છે. અહેવાલમાં મહિલાઓ દ્વારા સ્વદેશી હસ્તકલા, જટિલ હાથશાળ, સબાઈ ગ્રાસ વણાટ, ધાતુની કળા અને ડોકરાની અદૃશ્ય થતી કલા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે સિમિલીપાલ નેશનલ પાર્કના ઈકોસિસ્ટમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા દરરોજ માત્ર 60 વાહનોને જ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. ટાઇમની યાદીમાં 2022ના વિશ્વના મહાન સ્થળોમાં ભારતના કેરળ અને અમદાવાનો સમાવેશ કરાયો હતો.

વિશ્વભરના અન્ય અકલ્પનીય સ્થળો

વિલ્મેટ વેલી, ઓરેગોન
રિઓ ગ્રાન્ડે, પ્યુઅર્ટો રિકો
ટક્સન, એરિઝોના
યોસેમિટી નેશનલ પાર્ક, કેલિફોર્નિયા
બોઝેમેન, મોન્ટાના
વોશિંગટન ડીસી
વાનકુવર, કેનેડા
ચર્ચિલ, કેનેડા
ડીજોન, ફ્રાન્સ
પેન્ટેલેરિયા, ઇટાલી
નેપલ્સ, ઇટાલી
સેન્ટ મોરિટ્ઝ, સ્વિટ્ઝર્લૅન્ડ
બુડાપેસ્ટ, હંગેરી
વિયેના, ઑસ્ટ્રિયા
બાર્સેલોના, સ્પેન
બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા
કાંગારૂ આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા
મેક્સિકો સિટી, મેક્સિકો
ટોરેસ ડેલ પેઈન નેશનલ પાર્ક, ચિલી
પેન્ટનાલ, બ્રાઝિલ
મેડેલિન, કોલમ્બિયા
ઓલાન્ટાયટેમ્બો, પેરુ
રોટાન, હોન્ડુરાસ
ક્યોટો, જાપાન

LEAVE A REPLY

twelve + 7 =