• લેસ્ટર ઇસ્ટના ઇન્ડીપેન્ડન્ટ એમપી ક્લાઉડિયા વેબેના જણાવ્યા અનુસાર, ‘મહિનાઓથી ચાલતા તણાવના દિવસો બાદ’ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
 • લેસ્ટર પોલીસ આગામી દિવાળીની પૂર્વ સંધ્યાએ તા. 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી ક્રિકેટ મેચના કારણે ચિંતીત છે.
 • લેસ્ટરમાં તા. 17-18 પછી કોઇ અથડામણ કે વિરોધના કોઇ બનાવો નોંધાયા નથી.
 • લેસ્ટર પોલીસે તોફાનો સંદર્ભે કુલ 47 લોકોની ધરપકડ કરી હતી જે પૈકી કેટલાક લોકો બર્મિંગહામના હતા.
 • લેસ્ટરમાં થયેલી અથડામણો દરમિયાન 25 પોલીસ અધિકારીઓ અને એક પોલીસ ડોગ ઘાયલ થયો હતો.
 • લેસ્ટરના ઇનચાર્જ ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને જણાવ્યું હતું કે લોકો દ્વારા સોશિયલ મીડિયાનો વિનાશક રીતે ઉપયોગ કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
 • મેયર સર પીટર સોલસ્બીએ પણ ઑનલાઇન અયોગ્ય માહિતીને દોષી ઠેરવી હતી.
 • ડિસઓર્ડર માટે સજા પામેલાઓમાંથી ઓછામાં ઓછા એકે સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હોવાનું સ્વીકાર્યું છે.
 • 50 પોલીસ અધિકારીઓની એક ટીમ 158 બનાવોની તપાસ કરી રહી છે.
 • હિંસક તોફાનો માટે કુલ 48 લોકોની ધરપકડ કરાઇ છે.
 • આ અઠવાડિયાની શરૂઆતમાં યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને લેસ્ટર પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી.
 • પોલીસ પોલીસ અધિકારીઓના બોડી વોર્ન કેમેરાના 6,000 કલાકથી વધુ સમયના વિડીયો ફૂટેજ, CCTV અને સોશિયલ મીડિયા વીડિયોની તપાસ કરી રહી છે.
 • ભારતાના ફોરેન સેક્રેટરી એસ જયશંકરે પણ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં તેમના યુકે સમકક્ષ ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી સાથેની બેઠક દરમિયાન ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
 • પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે લોકોને નવરાત્રિ અને દિવાળીની સામાન્ય તૈયારી કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. તમામ સમુદાયો માટે પોલીસની એક દૃશ્યમાન અને મજબૂત હાજરી હશે.
 • મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB)એ જણાવ્યું હતું કે “આપણા સમાજમાં કોઈપણ પ્રકારના ધિક્કારને કોઈ સ્થાન નથી”.

LEAVE A REPLY

2 × 1 =