લેસ્ટર સ્થિત દક્ષિણ એશિયન મહિલા નેતાઓનું એક જૂથ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોના “સંવેદનહીન હિંસા” સામે લડવા માટે એકસાથે આવ્યું છે.

લેસ્ટર ટાઉન હોલની બહાર અન્ય સહયોગી મહિલાઓ સાથે ભારતીય મૂળના કાઉન્સિલર રીટા પટેલે સંયુક્ત નિવેદન વાંચતા જણાવ્યું હતું કે “અમે લેસ્ટરની એશિયન મહિલાઓ અમારા સમુદાયને તોડી નાખનાર મૂર્ખ હિંસાનો વિરોધ કરવા હાકલ કરીએ છીએ. અમે અમારા શહેરમાં નફરત અને હિંસા આચરનારાઓની નિંદા કરીએ છીએ. આ હિંસાએ ઘણા લોકોને ઇજા પહોંચાડી છે પણ તમે સફળ થશો નહીં. પડોશીઓ, પરિવારો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલો હવે ભયમાં જીવી રહ્યા છે. હવે ઉકેલનો સમય આવી ગયો છે અને અમે લેસ્ટરની મહિલાઓને પગલાં લેવા અને સમુદાયોને ફરી એકવાર એકસાથે લાવવામાં અમારી સાથે જોડાવા માટે કહીએ છીએ. લેસ્ટર એક થાય છે ત્યારે તેને કોઇ હરાવી શકતુ નથી.’’

LEAVE A REPLY

5 × 5 =