પ્રતિક તસવીર (Photo by Mario VillafuerteGetty Images)

લંડનના મેયર સાદિક ખાન તરફથી ફાળવવામાં આવેલા અભૂતપૂર્વ £135 મિલિયનના ભંડોળને કારણે લંડનની પ્રાથમિક શાળાઓ, વિશેષ શાળાઓ અને સ્ટુડન્ટ રેફરલ યુનિટના તમામ 287,000 જેટલા વધુ બાળકોને આ સપ્તાહથી મફત ભોજનનો લાભ મળશે. જેને કારણે વિવિધ લંડન બરોને કોસ્ટ-ઓફ-લિવિંગ કટોકટીનો સામનો કરવામાં મદદ થશે અને દરેક પરિવારોને બાળક દીઠ £440થી વધુ રકમની બચત કરવામાં મદદ થશે.

યુગોવના સર્વે મુંજબ લડનમાં વસતા લગભગ 32 ટકા માતા-પિતા અને 5 થી 11 વર્ષની વચ્ચેના બાળકોના વાલીઓ હાલમાં ‘આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યાં છે’ આ અગાઉ વાર્ષિક £7,400થી ઓછી કમાણી કરતા અને યુનિવર્સલ ક્રેડિટ પર હોય તેવા પરિવારોના યર 3થી 6માં અભ્યાસ કરતા બાળકોને જ મફત શાળા ભોજન મળતું હતું.

રાજધાનીમાં દરેક બરોને બાળકના ભોજન દીઠ £2.65 ફંડિંગ પ્રાપ્ત થયું છે જે સરકાર તરફથી મળતી રકમ કરતાં વધુ છે.

આ ઉપરાંત મેયર દ્વારા લંડનવાસીઓને પોસાય તેવા ઘરો બનાવવા માટે £3.46 બિલિયનનું રોકાણ, વધુ સુરક્ષિત કામ શોધવા માટે ટેકો આપવા માટે સ્કીલ અને એમ્પલોયમેન્ટ પ્રોગ્રામ માટે £400 મિલિયન તેમજ જીવનનિર્વાહની વધતી કિંમતોનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરવા માટે £80 મિલિયન કરતાં વધુ રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મેયર દ્વારા ફ્યુઅલ પોવર્ટી, ખાનગી ધોરણે ઘર ભાડે લેતા લોકોને ટેકો આપવા મદદ થઇ રહી છે.

લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે “હું અંગત અનુભવથી જાણું છું કે લાઈફલાઈન ફ્રી સ્કૂલ ભોજન શું હોઈ શકે છે અને મને ખૂબ જ ગર્વ છે કે અમારા અભૂતપૂર્વ ભંડોળથી લંડનની પ્રાથમિક શાળાઓના તમામ – લાખો બાળકો તેનો લાભ લઈ રહ્યા છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાંની સાથે જીવનનિર્વાહના ખર્ચ સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારોને તે ભોજન મદદ કરશે અને બાળકો ભૂખ્યા ન રહે તે સુનિશ્ચિત કરશે. હું લંડનવાસીઓને ટેકો આપવા માટે મારાથી બનતું તમામ પ્રયાસ ચાલુ રાખીશ અને અમે બધા માટે વધુ સારું અને વધુ સમૃદ્ધ શહેર બનાવીશું.”

LEAVE A REPLY

thirteen − 8 =