ડર્બી અને ડિસ્ટ્રિક્ટ લો સોસાયટીના પ્રમુખ પ્રથમ અશ્વેત મહિલા તરીકે ડર્બીના ફ્રિયર ગેટના 39 વર્ષીય સોલિસિટર અને મનેષા રૂપારેલની વરણી કરાઇ છે. તેઓ એલેક્ઝાન્ડર એન્ડ કો સોલિસિટર LLP ખાતે ફેમિલી સોલિસિટર તરીકે કામ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે ‘’મારા માતા-પિતા યુગાન્ડા અને કેન્યાથી યુકે આવ્યા હતા. મારો ઉછેર , કોઈ વિશેષાધિકૃત પૃષ્ઠભૂમિ નગર થયો હતો અને તેમના પરિવારમાં કોઇ પણ વ્યક્તિ કાનૂની ક્ષેત્રમાં નહોતું. હું અને મારા ભાઈ-બહેનો યુનિવર્સિટીમાં જનારા પ્રથમ પેઢીના સદસ્યો હતા. તો શાળામાં અભ્યાસ કરનાર માત્ર એશિયનો હતા. અમે દરરોજ રેસીઝમનો અનુભવ કર્યો હતો પરંતુ અમે ધીરજ રાખી તેમાંથી પસાર થવા માટે ખૂબ જ સંકલ્પબદ્ધ હતા.”

મૂળ માન્ચેસ્ટરની મનેશાએ લિવરપૂલ યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કર્યો છે અને પછી ચેસ્ટરની ધ કોલેજ ઓફ લોમાં કાનૂની પ્રેક્ટિસ પૂર્ણ કરી હતી. તેઓ પતિ અને બે પુત્રો સાથે ડાર્લી એબીમાં રહે છે. ફેમિલી સોલિસિટર તરીકે તેઓ છેલ્લા છ વર્ષથી છૂટાછેડા અને બાળકોની બાબતો સહિતની પારિવારિક બાબતોમાં ગ્રાહકોને મદદ કરે છે.

આ અગાઉ મનેષા સોસાયટીના ઉપપ્રમુખ હતા. 1886માં સોસાયટીની સ્થાપના પછી પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે ચૂંટાવાનું તેમને ગૌરવ મળ્યું છે.”