વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવસારીમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ જોવા મળ્યા હતા. (ANI Photo)

ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરત જિલ્લાના નવસારીમાં ભવ્ય રોડશો કર્યો હતો અને નવસારીમાં કાપડ ઉદ્યોગ માટેના પ્રથમ પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કર્યો હતો.

નવસારીમાં PM મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) પાર્કના નિર્માણ અંગે PM મોદીએ કહ્યું હતું કે “PM MITRA પાર્ક જેનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે તે ટેક્સટાઈલ સેક્ટર માટે દેશનો પહેલો આવો પાર્ક છે. ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન મળવાથી ટેક્સટાઇલ નિકાસમાં ભારતનો હિસ્સો વધશે. સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોની સાથે વિશ્વના ફેશન માર્કેટમાં ગુજરાત કેટલું મોટું સ્થાન ધરાવતું હશે તેની તમે કલ્પના કરી શકો. ગુજરાતના બધે વખાણ થશે કે નહીં, ગુજરાતનો પડઘો સંભળાશે કે નહીં? આજે ભારતે આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું છે અને આમાં ગુજરાતના કાપડ ઉદ્યોગનો મોટો ફાળો છે…”

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ જેટલી તેમને ગાળો દેશે, એટલું જ વધુ કમળ ખીલશે. સગાવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર રાજકારણના ધ્યેય બની જાય છે, ત્યારે દેશની ધરોહરને બચાવવા પર ધ્યાન આપવામાં આવતું નથી.

મોદી ગેરંટી અંગે તેમણે જણાવ્યું હતું કે “દેશ કા બચ્ચા બચ્ચા કહે રહા હૈ કી મોદી ને જો કહે દિયા વો કરકે દેખતા હૈ… મોદી કી ગેરંટી યાની ગેરંટી પુરા હોને કી ગેરંટી,”

LEAVE A REPLY

4 + 3 =