Mumtaz is also active in social media
(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)
1960થી 70 દસકમાં પોતાના સોંદર્ય અને ડાન્સ દ્વારા ફિલ્મ પ્રેમીઓના દિલ જીતનારી અભિનેત્રી મુમતાઝ હવે સોશિયલ મીડિયા સક્રિય થયા છે. પીઢ અભિનેત્રી ઝીન્નત અમાન પછી મુમતાઝે પણ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પદાર્પણ કર્યું છં. મુમતાઝે ઇન્સ્ટાગ્રામ પર પોતાના જીવનની કેટલીક અંગત તસવીરો પોસ્ટ કરી હતી અને પોતાની દીકરી નતાશા માધવાણી સાથેના કેટલાક વર્કઆઉટ વીડિયો પણ શેર કર્યાં હતાં. નોંધનીય છે કે મુમતાઝ 75 વર્ષની વયે પણ ખૂબ સ્કૂર્તિ સાથે ડાન્સ કરી શકે છે.
તાજેતરમાં સોની ચેનલ પરના ઇન્ડિયન આઇડલ નામના શોમાં કરેલા ડાન્સથી સૌ કોઇ આશ્ચર્ય પામી ગયા હતા. આ વીડિયો પણ મુમતાઝે શેર કર્યો હતો. મુમતાઝે માત્ર અગિયાર વર્ષની વયે જ બોલીવૂડમાં ઝંપલાવ્યું હતું. ત્યાર પછી 60ના દાયકામાં મુખ્ય અભિનેત્રી તરીકે ઘણી નામના મેળવી હતી. મુમતાઝની હિટ ફિલ્મોમાં ફોલાદ, ડાકુ મંગલસિંહ, ચોર મચાયે શો, રોટી, હરે રામા હરે કૃષ્ણ અને નાગીનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

one × 5 =